બારડોલીના મસાડમાં યુવતીને ભગાડનાર પરિણીત યુવક

Featured Video Play Icon
Spread the love

બારડોલીના મસાડમાં યુવતીને ભગાડનાર પરિણીત યુવક
યુવકના પરિવારને ઝાડ સાથે બાંધી માર મરાયો
​પોલીસે ટોળા વિરુદ્ધ મારમારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી

બારડોલી તાલુકાના મસાડ ગામે રહેતો પરિણીત યુવક ગામની જ એક અપરિણીત યુવતીને ભગાડી ગયા બાદ યુવતીના પરિવારજનોએ યુવકની માતા, બહેન અને ભાઈને વૃક્ષ સાથે બાંધી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ યુવક-યુવતી બીજી વખત ભાગી જતાં ક્રોધે ભરાયેલા યુવતીના સમાજના લોકોએ યુવકના પરિવારજનોને જાતિ વિષયક અપશબ્દો કહી માર મારતા પોલીસે પણ ટોળા વિરુદ્ધ મારમારી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે.

ટના અંગે મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના મસાડ ગામે રહેતી એક યુવતીને ગામનો જ અન્ય સમાજનો પરિણીત યુવક ભગાડી ગયો હતો. ગત મહિને બનેલી આ ઘટના બાદ બંને યુવક-યુવતી પરત ઘરે આવી ગયા હતા અને બંનેને સામાજિક રાહે છૂટા પાડી પોતપોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. જો કે ત્રણેક દિવસ પહેલા ફરી એક વખત બંને યુવક-યુવતી ભાગી જતાં મામલો ગરમાયો હતો. પુત્રી પરિણીત યુવક સાથે ભાગી જતાં પરિવારજનોએ યુવકના ઘરે પહોંચી તેની માતા, બહેન અને ભાઈની સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. ​એટલું જ નહીં, યુવતીના પરિવારજનો અને સમાજના અન્ય લોકોના ટોળાએ મંગળવારે સાંજના સમયે યુવકની માતા નયનાબેન હેમંતભાઈ રાઠોડ, બહેન અનીતા અને નાના ભાઈ જેનીશને મારતા મારતા ફળિયામાં લઈ જઈ, ફળિયાની વચ્ચે આવેલા સમડીના ઝાડ સાથે ત્રણેયને દોરડા વડે બાંધી માર માર્યો હતો. એટલું જ નહીં તેમનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જેનીશને ઈજા થતાં તેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સંપૂર્ણ મામલો ગુરુવારના રોજ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે એટ્રોસિટી અને મારમારીનો ગુનો નોંધી અટક કરેલા ઇસમોમાં સુધીર બાબુભાઈ પટેલ, શિલા સુધીરભાઈ પટેલ, મયુર સુધીરભાઈ પટેલ, અનિત હસમુખભાઈ પટેલ, જયેશ ઠાકોરભાઈ પટેલ, અક્ષય પટેલ, અમિત ઉર્ફે લાલુ ચીમનભાઈ પટેલ, સદેવ પટેલ, મધુબેન હસમુખભાઈ પટેલ, ગીતાબેન ભરતભાઈ પટેલ, બીનાબેન રાકેશભાઈ પટેલ, નયના જયેશભાઈ પટેલ, મેઘના અમિત ઉર્ફે લાલુ ચીમનભાઈ પટેલ તથા બીજા અજાણ્યા માણસોને અટક કરવાની તજવીજ હાથ ધરી છે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *