કાપોદ્રાની મહાત્મા ઈન્ડસ્ટ્રીયલમાં બે કર્મચારીઓને વીજ કરંટ
કરંટ લાગતા બંને કર્મચારી ગંભીર રીતે દાઝ્યા
ઘટનામાં કારખાનાની લાદી પણ ઉખડી ગઈ
ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ મહાત્મા ઈન્ડસ્ટ્રીયલમાં 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતના કાપોદ્રા વિસ્તારની મહાત્મા ઈન્ડસ્ટ્રીયલમાં 2 કર્મચારીને વીજ કરંટ લાગતા બંને કર્મચારીને ગંભીર રીતે દાઝી ગયા હતા તો કરંટ એટલો જોરદાર હતો કે કારખાનાની લાદી પણ ઉખડી ગઈ હતી. બંને કર્મચારીની સ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ ડીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી.
