સુરતમાં ‘નો ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન અંતર્ગત પોલીસની કાર્યવાહી
ઉત્રાણ પોલીસે રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા શખ્સને ઝડપી પાડ્યો
ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, લાખોની મત્તા કબજે
નશાના કારોબાર સામે સુરત પોલીસની વધુ એક કાર્યવાહી
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ઉત્રાણ પોલીસે રીક્ષામાં ગાંજાની હેરાફેરી કરનારને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે આવનાર તહેવારો સમયે નશાના સોદાગરો નશાનો વેપાર ન કરે તે માટે પોલીસે સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યુ છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દુખિયાના દરબાર રોડ પરથી પસાર થતી રિક્ષાને આંતરી ઝડતી લેતા રિક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવતા રિક્ષા ચાલક મંગાભાઈ રાનાણી ભરવાડને ઝડપી પાડી 2.95 લાખથી વધુનો ગાંજાનો જથ્થો, રીક્ષા મોબાઈલ સહિત 3 લાખ 46 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
