નર્મદામાં પંચકોશી પરિક્રમામાં ભકતોનું કીડિયારું ઉભરાયું.
પંચકોશી પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.
પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા ટ્રાફિક જામ સર્જાયો.
ગત વર્ષે પણ 10 લાખથી વધુ લોકો ઉત્તરવાહીની પરિક્રમા કરી હતી
ચૈત્ર મહિનામાં શરૂ થનારી ઉત્તર વાહિની પરિક્રમા 29 માર્ચથી શરૂ થાય છે. જે પૂર્ણતાના આરે છે. નર્મદા નદીમાં ઉત્તરવાહીની પરિક્રમાને લઇને નર્મદા જિલ્લાના તંત્રએ ખાસ તૈયારીઓ કરી છે. અલગ અલગ ઘાટ પર ડોમ બનાવ્યા છે. 12 દિવસ બાદ ધીમે ધીમે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે જેને લઇ પંચકોશી પરિક્રમામાં ભકતોનું કીડિયારું ઉભરાતા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા ટ્રાફિક જામ સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું છે
રાજપીપળા નર્મદાના રામપુરાથી હાલ પંચકોશી પરિક્રમા ચાલી રહી છે ત્યારેે 12 મા દિવસ બાદથી શ્રધ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહયો છે. માત્ર ગુજરાત જ નહિ પણ હવે દેશભરમાંથી શ્રધ્ધાળુઓ દર વર્ષે આ પરિક્રમા કરવા માટે આવી રહયાં છે. ચાલુ વર્ષે રાજય સરકાર તરફથી પરિક્રમાવાસીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. શ્રધ્ધાળુઓની સંખ્યા વધવાની સાથે સુરક્ષાને લઇ તંત્ર પણ એલર્ટ છે પરંતુ પંચકોશી પરિક્રમામાં ભકતોનું કીડિયારું ઉભરાતા પરિક્રમામાં ભક્તોની ભીડ વધતા ટ્રાફિક જામ સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું છે. 27 એપ્રિલ સુધી ચાલનારી ઉત્તરવાહિની માં નર્મદા પરિક્રમામાં સતત યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાતો રાતો લાખો ભક્તો ઉમટી પડતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત કાળજી રાખવામાં આવી રહી છે જેને પગલે રૂટ બંધ કરવાનો વારો આવ્યો છે.
નર્મદાની પંચકોશી પરિક્રમા કરવાનું ચલણ છેલ્લા બે વર્ષથી વધી ગયું છે. ગત વર્ષે પણ 10 લાખથી વધુ લોકોએ નર્મદા નદીની ઉત્તરવાહીની પરિક્રમા કરી હતી. ગત વર્ષે જ ઘાટ પર વિશાળ ડોમ બનાવીને લોકોને બેસવા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ રામપુરા ખાતે આવી નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી હતી. હાલ ભક્તોનો ઘસારો વધતા અસુવિધા વધી છે જેને લઇ તંત્રને દોડવાનો વારો આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી