વલસાડમાં ધર્માંતરણ મુદ્દે RSSના વડાનું નિવેદન
બારુમાલ ધામથી કહ્યું- ‘જબરદસ્તી અને લાલચ આપીને ધર્માંતરણ અત્યાચાર
હિન્દુઓને એકતામાં રહેવા કર્યું આહવાન
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાલ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનો આજે અંતિમ દિવસ છે. 8 થી 12 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય ‘સંકલ્પ સનાતન સમારોહ 2025’માં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સત્સંગ ચાલક મોહન ભાગવતે મુલાકાત લીધી હતી. જેમણે ધર્માંતરણ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે, જબરદસ્તી અને લાલચ આપીને કરાયેલું ધર્માંતરણ પણ એક પ્રકારનો અત્યાચાર છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાલ ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવમાં પધારેલા RSSના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, જોરજબરદસ્તીથી લાલચ આપીને, મજબુરીનો ફાયદો ઉઠાવીને કરાવાતું ધર્માંતરણ પણ વાસ્તવમાં અત્યાચાર છે. આ ન થવું જોઈએ. કેટલાક લોકો રાજકીય પ્રભાવ વધારવા માટે ધર્માંતરણનો સહારો લઈ રહ્યા છે. મોહન ભાગવતે લોકોને ધર્માતરણનો શિકાર થતાં અટકાવવા ઉપાય પણ સૂચવ્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, ગમે તે રીતે આપણું ધર્માતરણ કરવાના પ્રયાસ થાય તો પણ આપણે અડર રહેવાનું છે, જો આપણે અડગ રહીશું તો ધર્માંતરણના તમામ પ્રયાસ નિષ્ફળ જશે.
બારુમાલ ધામના પરમાદર્શ આચાર્ય વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજે ઓમની ધ્વનિ ગુંજ સાથે ગુરુ મહિમાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, પહેલા અહીં રસ્તા ન હતા. કોઈ સુવિધા ન હતી. વિષમ પરિસ્થિતિમાં જાતપાતનો ભેદભાવ દૂર કરી સૌને આત્મસાત કર્યા હતા. આદિવાસીઓના ઘરે ભોજન કરી તેઓની સેવા કરી દરેક ગામ, દરેક ઝોપડીને મંદિર બનાવી સનાતન ધર્મની ધ્વજા લહેરાવી છે. આ આદિવાસી સમાજ સનાતન સંસ્કૃતિના અનુયાયી છે. વધુમાં તેમણે આશીર્વચન આપતા કહ્યું હતું કે, જીવન સાદુ અને ખાણી પીણી શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી