રાજકોટના 3 કેન્દ્રમાં યુપીએસસી ની પરીક્ષા
888 ઉમેદવારની નેશનલ એનડીએ, સીડીએસ ની પરીક્ષા
ઉનાળાને લઈ મેડિકલ ટીમ પણ તૈનાત કરાય
રાજકોટમાં 13 એપ્રિલએ યુપીએસસી દ્વારા એટલે કે આજે નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવેલ એકેડમી ઉપરાંત કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા સદગુરૂ મહિલા કૉલેજ, કણસાગરા કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય એમ ત્રણ કેન્દ્રો પરથી લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં 888 ઉમેદવાર આપી રહ્યાં છે.
રાજકોટમાં ઉનાળાનો આંકરો તાપ પડી રહ્યો છે અને તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે ત્યારે UPSC દ્વારા આજે નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવેલ એકેડમી ઉપરાંત કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા સદગુરૂ મહિલા કૉલેજ, કણસાગરા કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય એમ ત્રણ કેન્દ્રો પરથી લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં 888 ઉમેદવાર આપી રહ્યાં છે. વિદ્યાર્થીઓને શૂઝ બહાર કઢાવી રૂમાલ પણ તપાસવામાં આવ્યા હતા. એડમિટ કાર્ડ, આધાર કાર્ડ અને બોલપેન સિવાયની વસ્તુઓ બહાર મુકાવવામાં આવી હતી. આ વખતે પ્રથમ વખત પરીક્ષા દરમિયાન મેડિકલ ટીમ તૈનાત રાખવામાં આવી છે. કોઈ ઉમેદવારને હીટવેવ કારણે ચક્કર આવે કે બ્લડ પ્રેશર લો થઈ જાય તો તે વખતે પ્રાથમિક આરોગ્ય સુવિધા આપી શકાય તે માટે 2 તબીબો રાખવામાં આવ્યાં છે. યુપીએસસીની કંબાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા અહીંથી લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા કડક ચેકિંગ બાદ જ વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર ઉપર એન્ટ્રી આપવામાં આવી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા આજે રાજકોટમાં 3 કેન્દ્રો પર નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ) અને નેવેલ એકેડમી પરીક્ષા (1)-2025 અને કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા (1)-2025 આજે લેવામાં આવી રહી છે. જેમાં બંને પરીક્ષા થઈને 888 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઈ-એડમિટ કાર્ડ વિના કોઈ પણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં માત્ર ઈ-એડમિટ કાર્ડ, પેન, પેન્સિલ, આઈડી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ લઈ જવા દેવામાં આવ્યા હતા. મોબાઇલ ફોન, અન્ય આઈ.ટી. કે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, સ્માર્ટ/ડિજિટલ વોચ, બુક્સ, બેગ્સ (ઇ-એડમિટ કાર્ડમાં જણાવેલી સૂચનાઓ અનુસાર) પરીક્ષા સ્થળ પર પ્રતિબંધિત રાખવામાં આવ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી