સુરત પાંડેસરામાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના અડ્ડા પર દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરત પાંડેસરામાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના અડ્ડા પર દરોડા
માનવ તસ્કરી અને બાળમજૂરીના ગંભીર રેકેટનો પર્દાફાશ
ત્રણ મહિલાઓ અને બે બાળમજૂરોને મુક્ત કરાવ્યા

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના અડ્ડા પર પોલીસે દરોડો પાડી માનવ તસ્કરી અને બાળમજૂરીના ગંભીર રેકેટનો પર્દાફાશ થયો હોય પોલીસે સ્થળ પરથી ત્રણ મહિલાઓ અને બે બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતાં.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા કુટણખાના પર પોલીસે સફળ દરોડો પાડી દેહ વ્યાપાર અને બાળમજૂરીના ગોરખધંધાનો ભાંડો ફોડ્યો છે. વાત એમ છે કે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગના પ્રથમ માળે લાંબા સમયથી ગેરકાયદેસર કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી તેમજ બે બાળમજૂરોનું પણ રેસ્ક્યુ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે મહિલાઓનું શોષણ કરવામાં આવતું હતું અને બાળકો પાસે વિવિધ પ્રકારની મજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસ તપાસમાં અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ સહિતનાઓ આ રેકેટનું સંચાલન કરતા હતા અને બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા. હાલ આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કુટણખાનાના ત્રણ સંચાલકોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *