ઉધનામાં પતિ-પત્નીના વિવાદમાં યુવક પર જીવલેણ હુમલો
દીકરીને મળવા ગયેલા પિતાને સાળાએ માર માર્યો
સુરતના ઉધના વિસ્તારમાં પતિ-પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાળાએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો.
સુરતના ઉધનામાં પારિવારિક વિવાદ વચ્ચે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે યુવક પોતાની દીકરીને મળવા ગયો હતો. દરમિયાન તેના સાળાએ યુવક સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ હરકતમાં આવી હતી અને હુમલો કરનાર સાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
