પાંડેસરામાં કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી

Featured Video Play Icon
Spread the love

પાંડેસરામાં કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી
પોલીસ-112 ટીમે સ્થાનિકોની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. તો ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ પોલીસ અને 112 ટીમે સમયસૂચકતા દાખવી સ્થાનિકોના ઘરમાંથી પાણીની નળી લાવી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતના પાંડેસરા આકાશ રો હાઉસ ખાતે કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કારમાં આગ લાગ્યાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ અને 112 ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં પોલીસકર્મીઓએ સમય ગુમાવ્યા વિના સ્થાનિકોના ઘરમાંથી પાણીની નળી મેળવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ અને 112 ટીમની સમયસૂચકતા અને સતર્કતાના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી. જેથી પાંડેસરા પોલીસ અને 112 ટીમની આ કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *