સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી
ઉત્રાણ પોલીસે બાંધકામ સાઇટ પરથી ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા
સુરતમાં નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી પોલીસની ઉત્રાણ પોલીસની ટીમે બાતમીના આધારે દેવીકૃપા સોસાયટીના નવા બાંધકામ સાઈટ પરથી ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉધના પોલીસ મથકની હદમાં આવેલ દેવિકૃપા સોસાયટીમાં મકાન નંબર 27ની બાજુમાં આવેલી બાંધકામ સાઇટ પર પોલીસે દરોડા પાડી ત્યાંથી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો મળી આવતા નિલેશ ગોહિલ અને પ્રિન્સ ઝા નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી 2 કિલોથી વધુ ગાંજો સહિત કુલ 2.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
