અમદાવાદમાં સીએનજી ભાવ વધારા સામે વિરોધ

Featured Video Play Icon
Spread the love

અમદાવાદમાં સીએનજી ભાવ વધારા સામે વિરોધ
રિક્ષા ચાલક એકતા યુનિયન ઉતર્યું મેદાને
ગુજરાત ગેસે ભાવ વધારો કરતા વિરોધ

અમદાવાદમાં રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા સીએનજીના ભાવવધારા અને મોંઘવારી સામે વિરોધ નોંધાવાયો છે.

છેલ્લા ચાર વર્ષથી ભાડામાં વધારો ન થતા, રિક્ષા ચાલકોએ લઘુત્તમ ભાડું 20 કરવાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, અમદાવાદમાં ફરી CNG ભાવ વધારા સામે વિરોધ નોંધાવતા હવે માંગણી ન સંતોષાય તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બનતા ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા રિક્ષા ભાડામાં વધારો કરવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રિક્ષા ચાલકોનો મુખ્ય રોષ સતત વધી રહેલા સીએનજી ગેસના ભાવ અને વધતી જતી મોંઘવારી સામે છે. યુનિયનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં સીએનજી ગેસના ભાવમાં અવિરતપણે વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે રિક્ષાના ભાડામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. હકીકતમાં, છેલ્લા ચાર વર્ષથી સરકાર દ્વારા રિક્ષાચાલકોના સત્તાવાર ભાડા માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વિરોધ પ્રદર્શન દરમિયાન રિક્ષાચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સરકાર તેમની વાજબી માંગણીઓ પર ધ્યાન નહીં આપે, તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, અમદાવાદથી શરૂ થયેલો આ વિરોધ સમગ્ર ગુજરાતમાં ફેલાવવામાં આવશે અને તમામ રિક્ષાચાલકોને એકઠા કરીને સરકાર સામે મોરચો માંડવામાં આવશે. આર્થિક સંકડામણ અનુભવી રહેલા રિક્ષાચાલકો હવે આરપારની લડાઈ લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *