રાજકોટ મનપામાં ગેરરીતિની આશંકાથી 7 પોસ્ટના ઇન્ટરવ્યૂ રદ,

Featured Video Play Icon
Spread the love

રાજકોટ મનપામાં ગેરરીતિની આશંકાથી 7 પોસ્ટના ઇન્ટરવ્યૂ રદ,
મેયરે ભરતી પ્રક્રિયા પર લગાવી બ્રેક
સમગ્ર પ્રક્રિયા હવે નવા સિરેથી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકામાં ગેરરીતિ અને મળતિયાઓને ગોઠવવાની આશંકા ઊભી થતાં મેયર ડૉ. નેહલ શુક્લે સિટી ઇજનેર અને આઈટી ડાયરેક્ટર સહિત કુલ 8 ઉચ્ચ પદોની ભરતી પ્રક્રિયા તથા ઇન્ટરવ્યૂ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ સમગ્ર પ્રક્રિયા હવે નવા સિરેથી હાથ ધરવામાં આવશે.

રાજકોટ મનપામાં ગેરરીતિની આશંકા વચ્ચે ઇન્ટરવ્યૂ રદ કરવાનો નિર્ણય લેતા મેયર દ્વારા સિટી ઇજનેર અને આઇટી ડાયરેક્ટરની ભરતી પ્રક્રિયા સ્થગિત કરતા સમગ્ર પ્રક્રિયા હવે નવા સિરેથી હાથ ધરવામાં આવશે. ઉચ્ચ અને જવાબદાર હોદ્દાઓ પર મનપસંદ કે અગાઉથી ગોઠવાયેલા લોકોને લાભ મળતો હોવાના સવાલો ઊભા થયા હતા. એડિશનલ સિટી ઇજનેર, સ્પેશિયલ સિટી ઇજનેર અને કાર્યપાલક ઇજનેર સહિતની જગ્યાઓ માટેની પ્રક્રિયામાં વિસંગતતાઓ અને વિવાદો સામે આવતા નિર્ણય લેવાયો છે

વિવાદ વણસતાં મેયરે તમામ ઇન્ટરવ્યૂ રદ કરી આખી પ્રક્રિયા પારદર્શક રીતે ફરીથી કરવાનો આદેશ આપ્યો છે, કુલ 8 ઉચ્ચ પદોની ભરતી પ્રક્રિયા તથા ઇન્ટરવ્યૂ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. આ સમગ્ર પ્રક્રિયા હવે નવા સિરેથી હાથ ધરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *