સુરત પોલીસના ‘ડ્રગ્સ ઈન સુરત સિટી’ અભિયાન વચ્ચે કાર્યવાહી
જહાંગીરપુરા પોલીસે સ્કાય હોટલના રૂમમાંથી ઓટોરિક્ષા ડ્રાઇવરને એમડી ડ્રગ્સ સાથે ઝડપ્યો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે જહાંગીરપુરા પોલીસે સ્કાય હોટલના રૂમ નંબર 8માં દરોડા પાડી ઓટોરિક્ષા ડ્રાઇવરને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસના નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને સફળતા મળી હોય તેમ જહાંગીરપુરા પોલીસે મળેલી બાતમીના આધારે સ્કાય હોટલમાં દરોડા પાડ્યા હતાં. અને હોટલના રૂમ નંબર 8માંથી શોએબ ઈદરીશ પટેલને ઝડપી પાડી તેની પાસેથી 4.280 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે કુલ 20 હજારથી વધુની મત્તા કબ્જે કરી પૂછપરછ કરતા ભેસ્તાનના બિલાલનું નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
