સુરતના મોટા વરાછામાં સ્કૂલના વિદ્યાર્થીઓની ઈકો કારને ટ્રકની ટક્કર

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછામાં સ્કૂલના વિદ્યાર્થીઓની ઈકો કારને ટ્રકની ટક્કર
ગોપિન ગામના મિથિલા પેલેસ પાસે અકસ્માતથી અફરાતફરી
સદનસીબે અકસ્માતમાં કોઈ વિદ્યાર્થીને ઈજા નહીં, મોટી દુર્ઘટના ટળી

સુરતના મોટા વરાછામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા હોય તેમ ગોપિન ગામના મિથિલા પેલેસ પાસે ટ્રક ચાલક દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી ઈકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ નથી.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ટ્રક ચાલકોની બેફામ ડ્રાઇવિંગને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોપિન ગામના મિથિલા પેલેસ પાસે ટ્રક અને સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાહતની વાત એ છે કે ઈકો કારમાં સવાર વિદ્યાર્થીઓને કોઈ ઈજા થઈ નથી. પરંતુ આ ઘટનાએ સ્કૂલના બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર ફરિયાદો કરવા છતાં વિસ્તારમાં દિવસ દરમિયાન ટ્રકો બેફામ રીતે દોડતી હોવાની સમસ્યા યથાવત્ છે. ત્યારે સવાલ એ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *