વલ્લભીપુર નજીક ટ્રકમાંથી બુધેલ ગામના યુવકનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
યુવકના રહસ્યમય મોતથી ચકચાર, પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી
યુવકના મોત મામલે અનેક સવાલો ઊભા, પરિવારજનો દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ
બુધેલ ગામના યુવકનો વલ્લભીપુર પાસે થી ટ્રક સાથે ગળાફાંસો ખાધેલ હાલત માં મૃતદેહ મળી આવ્યો-પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી
વલ્લભીપુર પાસેના નવાગામ નજીક ટ્રક ચાલક 20 વર્ષીય યુવાન ઇમરાનભાઈનો ટ્રક સાથે ગળાફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે મૃતક યુવાનની લાશ નો કબજો સંભાળી પોસ્ટમૉર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક યુવકનાં પરિવારજનોએ યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. મૃતક યુવકના પરિજન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતક કરદેજના ટ્રક માલિકની ટ્રકમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોય અને પૈસા ની લેવડ દેવડ બાબતે વિવાદ ચાલતો હોવાના આક્ષેપ પણ કર્યા હતા..
