ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી
નગરપાલિકાની કચરાની 3 ગાડીઓ સાથે ત્રણ આરોપી ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે નગરપાલિકાની કચરો ભરવાની ત્રણ ગાડીઓની ચોરીના કેસમાં મધ્યપ્રદેશના ત્રણ યુવકોને રૂ. 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે પાલીતાણા તરફથી ખોડવદરી ગામ થઈ નવાગામ અને ગારીયાધાર તરફ ત્રણ શંકાસ્પદ કચરાની ગાડીઓ આવી રહી છે. જેના આધારે LCBની ટીમે તપાસ હાથ ધરી ત્રણેય વાહનોને રોકી કબજામાં લીધાં હતાં. વાહનો અંગે રજિસ્ટ્રેશન બુક, આધાર કે બિલ સહિતના આધારભૂત દસ્તાવેજો રજૂ ન થતાં પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ 21 ઓક્ટોબર, 2026ની મોડી રાત્રે પાલીતાણામાંથી નગરપાલિકાનાં કચરાનાં વાહનોની ચોરી કરી મધ્યપ્રદેશ લઈ જતા હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.પકડાયેલા આરોપીઓમાં અનિલભાઈ ડામોર, કરનભાઈ ગરવાલ અને અરવિંદભાઈ બાંભોરનો સમાવેશ થાય છે. ત્રણેય મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે અશોક લેલન્ડ કંપનીનાં ત્રણ બડા દોસ્ત વાહનો, જેની કિંમત રૂ. 5 લાખ લેખે કુલ રૂ. 15 લાખ થાય છે, તે કબજે કર્યા છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીઓને પાલીતાણા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *