ભાવનગર એલસીબીની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એલસીબીની કાર્યવાહી
કારના ચોરખાનામાંથી 470 દારૂની બોટલ ઝડપાઈ

દિવાળીના તહેવાર પહેલાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારનાં ચોરખાનામાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની 470 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ તરફથી ભાવનગર તરફ આવતી સફેદ રંગની રેનોલ્ટ ડસ્ટર કારને રોકી તપાસ કરવામાં આવી હતી. કારના બોનેટ, પાછળના બમ્પર અને બંને બાજુના દરવાજા નીચે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન શિહોરના રહેવાસી 32 વર્ષીય જુનેજ આરીફભાઈ કાજીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂની 470 બોટલ, જેની કિંમત રૂ. 63,920 છે, ઉપરાંત રૂ. 1 લાખની કાર અને રૂ. 5 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,68,920નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી અટકાવવા ભાવનગર LCB દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *