સુરત સરથાણા પોલીસની મોટી કાર્યવાહી
24 કેરેટ શુદ્ધ સોનું લઈ છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
સોનાના વેપારી તરીકે ઓળખ આપી સોનું લઈ ફરાર થયો હતો
પશ્ચિમ બંગાળથી આરોપીને ઝડપી પાડ્યો
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં 24 કેરેટ શુદ્ધ સોનુ લઈ જઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે પશ્ચિમ બંગાળથી સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સોનાના વેપારી તરીકે ઓળખાણ આપી 24 કેરેટ શુદ્ધ સોનું લઈ ફરાર થયો હતો.
સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મુળ કોલકાતાનો અને હાલ સુરતમાં રહેતા આરોપી બિલ્લુટ બલરામ સામંતાએ ફરિયાદી સાથે સોનાના વેપારી તરીકે ઓળખાણ કરી હતી. આરોપીએ સોનાના ઘાટ બનાવી આપવાનું કહી ફરિયાદી પાસેથી આશરે 659.886 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું લીધું હતું. પરંતુ સોનાના ઘાટ બનાવી આપ્યા ન હતા અને લીધેલું સોનું પણ પરત ન કરતાં વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. બનાવને લઈ સરથાણા પોલીસે ગુનો નોંધતા જ આરોપી સુરતથી પોતાના વતન પશ્ચિમ બંગાળના કોલકાતા તરફ ફરાર થઈ ગયો હતો. જો કે સરથાણા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતુ અને કોલકાતા ખાતેથી આરોપી બિલ્લુટ બલરામ સામંતાને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
