સુરતના જી થ્રી નામના શો રૂમમાં લાગી ભીષણ આગ
જીથ્રી શોપિંગ સેન્ટરમાં મોડી રાત્રે ભીષણ આગથી અફરાતફરી,
ફસાયેલા 16 જેટલા લોકોનુ ફાયરે સહી-સલામત રેસ્ક્યુ કર્યુ
સુરતમાં દિવાળી પહેલા જ ઘોડદોડ રોડ પર આવેલ જી થ્રી નામના શો રૂમમાં આગની ઘટના બનતા ભાગદોડ મચી ગઈ હતી. તો ફસાયેલા 16 જેટલા લોકોનુ ફાયરે રેસ્ક્યુ કર્યુ હતું.
સુરતના ઘોડોદોડ રોડના વિસ્તારની જી 3 શોપંગ સેન્ટરમાં રાતે આગ લાગી હતી ગ્રાઉન્ડ પ્લસ 3 માળાના શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પીઓપી અને વાયરીંગમાં આગ લાગી હતી જેને લઈ આગનો ધુમાડો વધુ હોવાથી ઉપરના ફ્લોર ઉપર 16 જેટલા લોકો ફસાયા હતા જે અંગે જાણ થતા માન દરવાજા, મજુરા અને વેસુ ફાયરની ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરના જવાનોએ સુરક્ષા કવચ પહેલી પાણીનો મારો ચલાવી ફસાયેલા 16 લોકોનુ રેસ્ક્યું કર્યુ હતુ અને ત્યાર બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી જેને લઈ હાશકારો અનુભવાયો હતો તો આગ લાગવાનું કારણ એકબંધ છે.
