સુરતના ગરનાળામાં કન્ટેનર ફસાયો
કન્ટેનર ચાલકે ગરનાળામાં કન્ટેનર અથડાવી દીધુ
બનાવને લઈ પોલીસ સહિતની ટીમ પણ સ્થળે દોડી ગઈ
સુરતમાં ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપે છે ત્યારે વહેલી સવારે ભાન ભુલેલા કન્ટેનર ચાલકે ગરનાળામાં કન્ટેનર અથડાવી દીધુ હતું.
સુરતમાં ભારે વાહનના ચાલકો અને તેમાં પણ ટ્રક-કન્ટેનરના તો કેટલાક ચાલકો બેફામ રીતે વાહનો હંકારી અકસ્માતોને અંજામ આપે છે ત્યારે વહેલી સવારે આવી જ રીતે એક કન્ટેનર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વરાછા ગરનાળા ખાતે બેફામ આવેલા કન્ટેનર ચાલકે ગરનાળાની ગર્ડર સાથે કન્ટેનર અથડાવી દેતા ભારે નુકશાન થયુ હતુ જેને લઈ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. તો બનાવને લઈ પોલીસ સહિતની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી.
