સુરતમાં આંગણવાડી મહિલાઓનો ઉગ્ર વિરોધ
હાઇકોર્ટના પગાર વધારાના આદેશનો અમલ નહી થતાં વિરોધ રેલી કાઢી
5000 જેટલી મહિલાઓએ ભેગી થઈ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું
ગુજરાત હાઈકોર્ટનો આદેશ હોવા છતા પણ આંગણવાડીની મહિલાઓન વર્ગ ત્રણ કે ચારના કર્મચારી ન બનાવાતા વિરોધ કરાયો હતો. અને કલેકટરને આવેદન પત્ર અપાયુ હતું.
સુરતમાં આંગણવાડી મહિલાઓએ સુરત કલેકટરાલયે પહોંચી વિરોધ કર્યો હતો. અને જણાવ્યુ હતું કે આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાઓને વર્ગ ત્રણ ચાર ના કર્મચારી બનાવવા હાઇકોર્ટે આદેશ કર્યો તેમ છતા હાઇકોર્ટના આદેશ બાદ પણ સરકારે પગાર વધારો ન કરતા મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. તો કલેકટરને આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં મહિલાઓએ ભેગી થઈ હતી અને આશરે 5000 જેટલી મહિલાઓએ ભેગી થઈ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું હતું. મહિલાઓએ કહ્યું હતુ કે હાઇકોર્ટના આદેશ બાદ પગાર વધારો આપો અને સરકારી કામ માટે સરકાર એક મોબાઇલ પણ આપે અને પર્સનલ મોબાઈલથી સરકારના તમામ કામ કરવા ખૂબ મુશ્કેલ થઈ રહ્યા છે તેમ કહ્યુ હતું.
