ઉનાથી અમદાવાદ જતી ખાનગી બસનો અકસ્માત
ચલાલા પાસે બસ પલટી જતાં 18 મુસાફર ઘાયલ
સ્થાનિક નેતાઓ મદદે દોડ્યા
અમરેલી જિલ્લાના ચલાલા નજીક મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉનાથી અમદાવાد જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ પુરપાટ ઝડપે જતી હતી. આ દરમિયાન ચાલકે બસનું સંતુલન ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે ચલાલા અને અમરેલીની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મુસાફરોએ બસ ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ઘટનાને કારણે અનેક મુસાફરો સમયસર અમદાવાદ અને અન્ય સ્થળોએ પહોંચી શક્યા નથી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિતના આગેવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક તંત્ર અને ડૉક્ટરો સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.અશોક મણવર અમરેલી