ભાવનગર ઘોઘા જકાતનાકા વિસ્તારમાં કાર અડફેટે વૃદ્ધ ઇજાગ્રસ્ત

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ઘોઘા જકાતનાકા વિસ્તારમાં કાર અડફેટે વૃદ્ધ ઇજાગ્રસ્ત
કાર ચાલક ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલમાં એડમિટ કરી ફરાર થઈ ગયો

ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં એક કાર ચાલકે લારી ધારક વૃદ્ધને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના અધેવાડા વિસ્તારમાં રહેતા દેવજી રામજીભાઈ સોલંકી નામના વૃદ્ધ બપોરના સમયે લારીમાં ભંગાર ભરીને ભાવનગરમાં ઘોઘા જકાતનાકા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલકે વૃદ્ધને અડફેટ લેતા રોડ પર પટકાયેલા વૃદ્ધને નાનીમોટી ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનામાં કાર ચાલકે વૃદ્ધ ને પોતાની કારમાં બેસાડી સર્ટી હોસ્પિટલમાં લાવ્યો હતો અને ઈજાગ્રસ્ત વૃદ્ધ ને એડમિટ કરી ફરાર થઈ ગયો હતો આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતા પોલીસ વૃદ્ધ પાસે પહોંચી હતી અને વૃદ્ધ નું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *