સુરતના ઉત્રાણમાં છરો બતાવી રોફ જમાવનાર માથાભારે આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉત્રાણમાં છરો બતાવી રોફ જમાવનાર માથાભારે આરોપી ઝડપાયો
ગરનાળા પાસે છરો બતાવી લોકોમાં ભય ફેલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી સળીયા પાછળ ધકેલ્યો

સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં ગરનાળા પાસે છરો બતાવી લોકોમાં રોફ જમાવનાર માથાભારે આરોપીને ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં છરો બતાવી રોફ જમાવનાર માથાભારે આરોપી ઝડપાયો છે. ઉત્રાણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ઉત્રાણ ગરનાળા પાસે એક શખ્સ પોતાના કબજામાં છરો રાખી જાહેરમાં બતાવી રોફ જમાવી રહ્યો છે અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ પીઆઈ એચઆર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ઉત્રાણ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સુરેશભાઈ રામુભાઈ દેવીપૂજક ને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *