સુરત : “સિવિલ હોસ્પિટલમાં હંગામો

Featured Video Play Icon
Spread the love

સુરત : “સિવિલ હોસ્પિટલમાં હંગામો

દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફને તમાચો મારી દેતાં હોબાળો..

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફને તમાચો મારી દેતાં હોબાળો..!!

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં શુક્રવારે રાત્રે દર્દીના સગા મહિલાએ નર્સિંગ સ્ટાફ સાથે તોછડું વર્તન કરી તેને તમાચો માર્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલમાં તણાવનો માહોલ ઊભો કરી દીધો હતો અને તુરંત જ પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી. ઘટના શુક્રવારે રાત્રે ઇમર્જન્સી વિભાગમાં બનેલી છે. એક દર્દીની સારવાર દરમિયાન તેના સગા મહિલાએ બેડ પર મુકેલી ચાદર હટાવવાના પ્રયાસમાં હાજર નર્સિંગ સ્ટાફ (બ્રધર) સાથે તકરાર કરી. તકરાર એટલી વધી કે મહિલાએ બ્રધરને તમાચો મારી દીધો. આ બનાવને પગલે હોસ્પિટલના અન્ય સ્ટાફ સભ્યો દોડી આવ્યા અને ઘટનાને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કર્યો. ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ સદામ મહેબૂબ શેખ અને સિક્યુરિટી ગાર્ડ દેવેન્દ્ર આહીરે તુરંત કાર્યવાહી કરી અને આ મહિલાને હોસ્પિટલની સિવિલ પોલીસ ચોકી ખાતે લઈ આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *