સુરતમાં તાડી પીવા ગયેલા યુવાનનું રહસ્યમય મોત
અડ્ડા પર કેમિકલ-સફેદ રંગની બોટલો મળતા લઠ્ઠાકાંડની આશંકા,
જનતા રેડમાં મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક તાડી મળી
સુરતમાં શિયાળો શરૂ થયો નથી ત્યાં ઝેરી તાડી પિવાથી એક વ્યક્તિનુ મોત નિપજ્યુ હોવાની ઘટના બની છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં તાડી પિવાથી એક ઈસમનુ મોત થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો લોકોએ જ્યાં તાડીનુ વેચાણ થતુ હતુ ત્યાં જનતા રેડ કરી હતી.
સુરતમાં ફરી એક વ્યક્તિનુ તાડી પિવાથી મોત થયુ છે. જેને લઈ સુરત પોલીસ દ્વારા ડ્રાય સીટીની કરાતી વાતોના બણગા ફુટી ગયા છે. વાત એમ છે કે સુરતના ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં ઝેરી તાડી પિવાથી એક યુવાન રાહુલ રાઠોડનુ મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. જો કે અહી વાત એ ઉભી થઈ રહી છે કે તાડી આવી ક્યાથી અને તાડી સાથે શું દારૂનુ પણ વેચાણ થતુ હતુ કે કેમ સાથે ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં ચાલતી આ બદી દુર થશે કે કેમ તેવા સવાલો ઉભા થયા છે. ત્યારે લોકોએ જ્યાંથી તાડીનુ વેચાણ થતુ હતુ ત્યાં દરોડા પાડી તાડીનો જથ્થો શોધી કાઢ્યો હતો.
