સુરત : રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટ દ્વારા સમગ્ર દ. ગુજરાતને મોતિયાવિહીન કરવા સંકલ્પ
વિજયા દશમીના રોજ વાંસદા ખાતે નવી શાખાનો શુભારંભ કરાશે
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા સમગ્ર દ. ગુજરાતને મોતિયા વિહીન કરવાના સંકલ્પ સાથે તથા ગરીબ, વૃદ્ધજન બાળકોના મફત ઓપરેશન અને સારી સારવાર મળે તે માટે આગામી ૨ ઓક્ટોબર વિજયા દશમીના દિવસે વાંસદા ખાતે નવી શાખાનો શુભારંભકરવામાં આવશે.
પ.પૂ.શ્રી સદ્દગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં જીવન સિધ્ધાંત – મૂજે ભૂલ જાના પર નેત્રપશકો નહિ ભૂલના” તથા ” મરીજ મેરે ભગવાન હૈ” નાં સિધ્ધાંતે સાર્થક કરીને સમગ્ર ગુજરાત રાજય તથા સમગ્ર ભારતભરમાં ગરીબ લોકોની સેવા માટે મફત આંખનાં મોતિયાનાં ઓપરેશનો કરવામાં આવે છે. આ મફત આંખના મોતિયાનાં ઓપરેશન સેવાનો લાભ સમગ્ર સુરત શહેરનાં લોકોને મળે અને તેમને સુરતથી વધારે ક્રુર ના જવું પડે તથા આંખના મોતિયાનાં ઓપરેશન કયાં કરાવવા જવા, અને કેટલે દુર જવુ? જેવા પ્રશ્નોથી કાયમી ધોરણે મુક્તિ મળે અને સુરતની નજીક જ તેમને સારવાર મળી રહે એ માટે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા વાંસદામાં નવી શાખાનો તા.૦૨/૧૦/૨૫, ગુરૂવાર,વિજયાદશમી નાં રોજ શુભારંભ કરવામાં આવનાર છે.આ વાંસદામાં નવી શાખાનાં શુભારંભથી સમગ્ર સુરત તથા જિલ્લાને મોતિયાવિહિન કરવાનો સંકલ્પ કરેલ છે,જેથી સુરતનો કોઈપણ વ્યકિત મોતિયાનાં ઓપરેશનથી વંચિત ના રહી જાઈ એ માટે વાંસદામાં નવી શાખાનો પ્રારંભકરવામાં આવનાર છે. તથા નવી શાખા વાંસદાથી નવસારી જીલ્લો તથા સમગ્ર ડાંગ જીલ્લાનાં ૩૧૧ આદીવાસી ગામ,વાપી,વસલાડ, નાસીક(મહારાષ્ટ્ર)નાં ગરીબ લોકોને મફત આંખના મોતિયાનાં ઓપરેશનનો અમૂલ્ય લાભ મળશે.આમ સમગ્ર સુરત શહેર તથા જિલ્લો તથા વાંસદા, ડાંગ જિલ્લો,વાપી, વલસાડ, નાસીક (મહારાષ્ટ્ર)નાં ગરીબ, અભણ,આદીવાસી લોકોને આંખના મોતિયાની ઉત્તમોત્તમ સેવાનો લાભ મળશે અને તેમને ભગવાનની જેમ સેવા કરવામાં આવશે.આ નિઃશૂલ્ક મફત મોતિયાનાં ઓપરેશનનો લાભ દરેક વ્યકિતને મળે એ માટે સમગ્ર સુરત શહેરનાં વિવિધ વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે, જયાંથી સંસ્થાની બસ દ્વારા જ તેમને ઓપરેશન સ્થળ, વાંસદા સુધી વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે, તથા ઓપરેશન બાદ પરત સુરત મુકી જવામાં આવશે, જેથી તેમને એક પણ રૂપિયાનો ખર્ચ ના થાઈ અને સારી સેવાનો મફતમાં લાભ મળશે.
