કમલાપુરમાં પંચાયતનું મકાન ભૂલકાઓ માટે જોખમી
કમ્યુનિટી હોલની બાજુમાં એકથી પાંચ ધોરણની શાળા
શાળામાં ૪૦ થી ૪૫ બાળકો અભ્યાસ માટે આવે છે
ડોલવણ તાલુકાના કમલાપુરમાં પંચાયતનું મકાન ભૂલકાઓ માટે જોખમ સમાન
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કમલાપુર ગામમાં નિશાળ ફળિયુમાં વર્ષે જૂની કોમ્યુનિટી હોલ કમ પંચાયત ઘર ઘર આવેલું છે અને એ અત્યારે હાલની દ્રષ્ટિએ જરજરિત થઈ જવા પામ્યો છે અને એના લીધે કમ્યુનિટી હોલ ની બાજુમાં જ એક થી પાંચ ધોરણની શાળા આવેલી છે એ શાળાની અંદર ૪૦ થી ૪૫ બાળકો અભ્યાસ માટે સ્કૂલ ની અંદર અભ્યાસ માટે આવતા હોય છે જયારે બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે તો આવે છે સાથે સ્કુલના કમ્પાઉન્ડના કમ્યુનિટી હોલ જર્જરીત હોવાને બાળકો માટે જોખમી રુપ છે. બાળકો કોઇક વખત રિસિસ ના ટાઇમ રમવા માટે હોલ પાસે પહોંચીજાય છે. એ સ્કૂલની બાજુમાં આંગણવાડી પણ ચલાવવામાં આવે છે. કોમ્યુનિટી હોલ કે પંચાયત ઘર તૂટી પડે અને બાળકોને કોઈ નુકસાન થાય તો જવાબદારી કોની. તંત્ર થકી ગ્રામજનોની માંગ છે કે આ કોમ્પ્યુટર હોલ અને પંચાયત ઘર તોડી પાડવામાં આવે અને નવો કમ્યુનિટી બનાવવામાં આવે. જેના થકી કાયમી ધોરણે તેનો ઉપયોગ થઈ શકે. છેલ્લા દસ વર્ષથી કમ્યુનિટી હોલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કમ્યુનિટી હોલ તોડી પાડવામાં આવે અને નવું બનાવવામાં આવે એવું ગ્રામજનોની માંગ છે
