સુરતની ભેસ્તાન પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ભેસ્તાન પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
તોફીક ઈબ્રાહીમ શેખને શુભ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ પાસેથી ઝડપ્યો
ગાંજો સાથે 47 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની ધરપકડ કરી

સુરતની ભેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચબી ચૌધરીની ટીમ તપાસમાં હતી ત્યારે એએસઆઈ મયુરભાઈ તથા અહેકો સચીનભાઈને મળેલી બાતમીના આધારે ભાઠેના ખાતે રહેતા તોફીક ઈબ્રાહીમ શેખને શુભ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ પાસેથી ઝડપી પાડી તેની પાસેથી 8 હજાર 400 નો ગાંજાનો જથ્થો, મોબાઈલ અને મોપેડ મળી 47 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની ધરપકડ કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *