ઓલપાડના રિસોર્ટમાં ચાલતું હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ

Featured Video Play Icon
Spread the love

ઓલપાડના રિસોર્ટમાં ચાલતું હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ
થાઈલેન્ડની યુવતીઓ સાથે 9 ઝડપાયા
​રિસોર્ટ માલિક, સંચાલક અને ગ્રાહકો સહિત 9 શખ્સોની ધરપકડ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં દેહવ્યાપારના કાળા કારોબાર પર પોલીસે લાલ આંખ કરી છે. ઓલપાડના જોથાણ ગામે આવેલા અક્ષય રિસોર્ટમાં વિદેશી લલનાઓ બોલાવીને ચલાવવામાં આવતા હાઈ-પ્રોફાઈલ કુટણખાના પર સુરત જિલ્લા પોલીસે દરોડા પાડી મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં પોલીસે રિસોર્ટ માલિક, સંચાલક અને ગ્રાહકો સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે જોથાણ ગામના અક્ષય રિસોર્ટમાં બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપારનો વ્યવસાય કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે રેડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, અહીં થાઇલેન્ડથી અલગ-અલગ વિઝા પર યુવતીઓને બોલાવવામાં આવતી હતી. ગ્રાહકો પાસેથી આ સુવિધાના નામે 2,000 થી લઈને 8,000 સુધીની તગડી રકમ વસૂલવામાં આવતી હતી.પોલીસની આ રેડ દરમિયાન રિસોર્ટમાંથી સંચાલન કરનાર ટોળકી, ગ્રાહકો અને રિસોર્ટ માલિક મળી કુલ 9 આરોપીઓને સ્થળ પરથી દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વાહનો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 20.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​જોકે, આ સમગ્ર કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ અને અન્ય એક સાગરીત પોલીસને હાથ લાગ્યા નથી. પોલીસે આ બંનેને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રિસોર્ટમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિના પર્દાફાશથી પંથકમાં ચકચાર મચી ગઈ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *