સુરત સરથાણામાં બાયો ડીઝલના ગુનામાં વોન્ટેડ
ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના રત્નાગીરીથી ઝડપ્યો
આરોપી રાજેશ હજારી યાદવને ક્રાઇમ બાંચે ઝડપ્યો
સુરત સરથાણા પોલીસ મથકમાં બાયો ડીઝલના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના રત્નાગીરીથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી દિવસોમાં આવી રહેલા ધાર્મિક તહેવારોની ઉજવણીને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે સાથે સુરતમાં ગુનાઓ આચરી ભાગી છુટેલા અને અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરત આવેલા ગુનેગારો પર નજર રાખવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરથાણા પોલીસ મથકમાં બાયોડીઝલના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપી એવા મધ્યપ્રદેશના રીવા જીલ્લાના રાજેશ હજારી યાદવને મહારાષ્ટ્રના રત્નીગીરી જિલ્લાના આરવલી ટોલનાકા પાસેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
