અમરેલી : કૌશિક વેકરીયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું
અમરેલી જિલ્લામાં કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી
કાર્યકર્તાઓએ કૌશિકભાઈ તુમ આગે બઢોના નારા લગાવ્યા
અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું.
2022 મા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીને કારમી હાર આપી વિજેતા થયેલા કૌશિક વેકરીયાને મંત્રી પદ માટે ફોન આવ્યો .. 2022માં ચૂંટણીમાં ભાજપને પૂરતી બહુમતી મળેલ અમરેલી જિલ્લાનું નેતૃત્વ કરતા કૌશિક વેકરીયાને નાયબ મુખ્ય દંડકનું જવાબદારી સોંપવામાં આવેલ છે. ગુજરાત સરકારમાં મંત્રી મંત્રીમંડળની નવી રચનાઓ થઈ રહી હોય તેમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાનો પણ સમાવેશ થતાં.. અમરેલી જિલ્લામાં કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી.. અમરેલી જિલ્લામાં ભાજપને બહુમતી સાથે પાંચે પાંચ ધારાસભ્યો હાલ ભાજપના છે.. અમરેલી જિલ્લાને પણ મંત્રી પદનો સમાવેશ થતા અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓમા ખુશી જોવા મળે. સાથ બગસરા શહેરમાં ભાજપના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો …. ઢોલના તાલે કાર્યકરો જુમી ઉઠ્યા….. ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોં મીઠાં કરી ખુશી વ્યક્ત કરી …. ભારત માતાકી જય, વંદે માતરમ્, કૌશિકભાઈ તુમ આગે બઢોના નારા સાથે નારા લગાવ્યા હતા.
