રાજસ્થાનની બોર્ડરથી PM મોદીનો પાકિસ્તાનને ખુલ્લો પડકાર.
મોદીનું મગજ ઠંડુ છે પણ લોહી ગરમ છે
હવે તો મોદીની નસોમાં લોહી નહી ગરમ સિંદૂર વહી રહ્યું છે
પીએમ મોદી હાલ રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે છે. ઓપરેશન સંદુર પછી રાજસ્થાનની પહેલી મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદી 26 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન, તેઓ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં બનેલા 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું. પીએમ મોદી હાલ પલાનામાં સભા સંબોધી રહ્યા છે.
ઓપરેશન સંદુર પછી રાજસ્થાનની મુલાકાતે પહોંચેલા પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે કરણીમાતાના આશીર્વાદથી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ વધારે મજબૂત થઇ રહ્યો છે. વિકાસ સાથે જોડાયેલી 26 હજાર કરોડની પરિયોજનાનો શિલાન્યાંસ અને લોકાર્પણ થયુ. જે માટે રાજસ્થાનના દેશવાસીઓને શુભકામના પાઠવુ છું. તેમણે વધુમાં કહ્યું કે આજે દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા મોટો મહાયજ્ઞ દેશમાં ચાલી રહ્યો છે. રોડ રસ્તા આધુનિક હોય, રેલ અને રેલવે સ્ટેશન આધુનિક હોય તે માટે છેલ્લા 11 વર્ષથી અભૂતપૂર્વ ગતિથી કામ કરવામાં આવ્યું છે. દેશ પહેલા જેટલો પૈસો ખર્ચ કરતો હતો ઇન્ફ્રા સ્ટ્રક્ચર પર તેનાથી 6 ઘણુ વધારે ખર્ચ કરે છે. પીએમ મોદીએ બિકાનેરી ભુજિયાને યાદ કરીને કહ્યું કે, વિશ્વ ભરમાં તે રાજસ્થાનની ઓળખ બનાવી છે.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં રોડ-ઓવર બ્રિજ અને અંડરબ્રિજનું નિર્માણ થયુ છે. 34 હજાર કિમીથી વધારે નવા રેલટ્રેક બનાવવામાં આવ્યા. હવે બ્રોડગ્રેજ લાઇનો પર માનવરહિત ક્રોસિંગ ઇતિહાસ બની ગઇ છે. દેશની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેકટ પર કામ ચાલી રહ્યુ છે. આપણે એક સાથે 1300થી વધારે રેલવે સ્ટેશનોને આધુનિક બનાવી રહ્યા છીએ.
રાજસ્થાનની આ ભૂમિ શીખવાડે છે કે દેશ અને દેશવાસીઓથી મોટુ કોઇ નહી. 22 એપ્રિલે આતંકીઓએ ધર્મ પૂછીને બહેનોની માંગનું સિંદૂર મિટાવી દીધુ હતું. તે ગોળીઓ પહેલગામમાં ચાલી હતી પરંતુ 140 કરોડ દેશવાસીઓના છાતીમાં ભોંકાઇ હતી. દેશવાસીએ એકજૂથ થઇને સંકલ્પ લીધો હતો. કે આતંકવાદીઓને ધૂળ ચટાડીશું. કલ્પનાથી પણ મોટી સજા આપીશું. તમારા આશીર્વાદ, સેનાના શોર્યથી આપણે સૌએ તે પ્રતિક્ષા પર સાચા ઠર્યા છે. સરકારે ત્રણેય સેનાને ખુલ્લી છૂટ આપી દીધી અને ત્રણેય સેનાએ મળીને એવુ ચક્રવ્યુ રચ્યુ કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધુ. પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલના જવાબમાં 22 મિનિટમાં આતંકીઓના 9 ઠેકાણા નષ્ટ કર્યા, સાથે જ કહ્યું કે દુનિયા અને દેશના દુશ્મનોએ જોયુ કે, જ્યારે સિંદૂર બારુદ બને ત્યારે પરિણામ શું હોય છે.
પાકિસ્તાન આતંક ફેલાવતુ અને નિર્દોષની હત્યા કરતું. ભારતમાં ડરનો માહોલ બનાવતુ હતું. પણ પાકિસ્તાન એક વાત ભૂલી ગયુ કે મા ભારતીનો સેવક મોદી અહીં છાતી કાઢીને ઉભો છે. મોદીનું મગજ ઠંડુ રહે છે પણ મોદીનુ લોહી ગરમ હોય છે, અને હવે તો મોદીની નસોમાં લોહી નહી ગરમ સિંદૂર વહી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂરે આતંકવાદથી લડવા ત્રણ સૂત્ર નક્કી કર્યા છે. પ્રથમ સૂત્ર ભારત પર આતંકી હુમલો થયો તો કડક જવાબ મળશે બીજુ સૂત્ર સમય આપણી સેના નક્કી કરશે, પ્રકાર પણ સેના નક્કી કરશે. અને શરતો પણ અમારી જ હશે. ત્રીજુ સૂત્ર એટમ બોમ્બની ધમકીથી ભારત નહી ડરે. આતંકના આકા અને આતંકને પોષનારી સરકારને અલગ અલગ નહી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી