અમરેલીમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ.
કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર તલના પાક પલળી ગયા.
અમરેલી પંથકમાં તલ અને ડુંગળીના વાવેતર બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં
અમરેલી જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં છે તેમજ અમરેલી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર તલના પાક પલળી ગયા છે
અમરેલી જિલ્લાના મોટા ભાગના ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ અણધાર્યા વરસાદને કારણે ભાવમાં ઘટાડો થયો છે. હાલ ડુંગળી માટે 60 પૈસાથી 2 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો પોતાની ડુંગળી જમીનમાં ભેળવી રહ્યા છે. અમરેલીના સાવરકુંડલા વિસ્તારમાં પણ મોટા પાયે ખેડૂતો ડુંગળી વેચવાને બદલે માટી સાથે ભેળવી રહ્યા છે. તેમજ અમરેલી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર તલના પાક પલળી ગયા છે આમ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે. સાવરકુંડલા તાલુકાના ખેડૂતને 20 કિલો ડુંગળીનો ભાવ માત્ર 32 રૂપિયા મળતા, તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં રહે છે અને તેમની પાસે 30 વીઘા જમીન છે. આ જમીનમાં તેઓએ 10 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. સારું ઉત્પાદન મળવાની આશાએ તેમણે કાપણી કરી, પરંતુ સતત પડતા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 20 કિલોનો ભાવ 32 રૂપિયા મળતાં, ડુંગળીના ઉત્પાદન પરની તેમની આશાઓ તૂટી ગઈ છે.
અમરેલી જિલ્લાના ખેડૂતો ડુંગળીનું મબલક ઉત્પાદન મેળવે છે. હાલ ડુંગળીના ભાવ સતત નીચે જઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળી પહોંચાડવા માટે એક થેલાની મજૂરી 70 રૂપિયા જેટલી થાય છે, જ્યારે 30 રૂપિયા એક થેલોનો ભાવ આપી અને થેલો ખરીદવામાં આવે છે. ડુંગળીનો ભાવ માત્ર 32 રૂપિયા મળે છે, તેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. સરકાર દ્વારા ટેકાના ભાવ પર સબસીડી સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી