ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે,
માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ
ઈસ્ટ-સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં આજે સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ 23 મે સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતા હોઈ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો ડીપ સીમાં ગયા હોય તેમને શુક્રવારે સાંજ સુધીમાં કિનારે પરત આવી જવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે રા્જ્યના અનેક માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂત અને વેપારીઓને પણ પોતાની જણસી સલામત રીતે લાવવા અને રાખવા જણાવવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રીએ હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતાં રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાં માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી