સુરતના કાપોદ્રામાં નાના વરાછા ઢાળ પાસે પોલીસ કર્મી ઉપર હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપોદ્રામાં નાના વરાછા ઢાળ પાસે પોલીસ કર્મી ઉપર હુમલો
ટ્રાવેલ્સ બસના જમાવડાના કારણે થયેલ ટ્રાફિક જામ
પોલીસ કમિશનરના પીએ પર બસમાંથી ઉતરેલા લોકો હુમલો કર્યો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસના જમાવડાના કારણે થયેલ ટ્રાફિક જામ દુર કરવા ગયેલા પોલીસ કમિશનરના પીએ પર બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલકે હુમલો કર્યો હતો.

સુરતમાં હવે પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી તેમ ટ્રાફિક હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ ઉપર હુમલો કરાયો હતો. નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસના જમાવડાના કારણે ટ્રાફિક જામ થયો હતો તે સમયે પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર પર લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તો હુમલો કરનારની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો હતો. કાર ચાલકે કોન્સ્ટેબલનું ગળું પકડી લીધું અને પોતાની પાસે રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે માર માર્યો હતો. જેન લઈ કોન્સ્ટેબલને નાકના ભાગે ફેક્ચર થતા હોસ્પિટલે ખસેડાયા હતાં. હાલ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે કાર ચાલક કતારગામ ખાતે નારાયણ નગર સોસાયટીમાં રહેતો દિવ્યેશકુમાર વલ્લભ કસલા હોવાુ સામે આવ્યુ છે. પોલીસે કાર ચાલક દિવ્યેશ કસલા અને અન્ય બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *