સુરત જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં લૂંટ

Featured Video Play Icon
Spread the love

સુરત જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં લૂંટ
ફોરેન કરન્સી એક્ચેન્જના વેપારીને લુંટી લેનારને ઝડપ્યો
ગૌરવ જીલુભાઈ સરવૈયાને ઝડપી 70 હજાર કબ્જે કર્યા

સુરત જહાંગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં પાંચેક દિવસ અગાઉ ફોરેન કરન્સી એક્ચેન્જના વેપારીને લુંટી લેનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ફોરેન કરન્સી એક્ષચેન્જના વેપારીને સસ્તામાં ડોલર આપવાનુ કહી બોલાવી તેઓ પાસેથી રોકડ 15 લાખ તથા અન્ય દેશની કરન્સી મળી 18 લાખ 65 હજારથી વધુની ચલાવાયેલી લુંટમાં સંડોવાયેલા મુળ ભાવનગરનો અને હાલ સિંગણપોર ખાતે હરીદર્શન સોસાયટીમાં રહેતા ગૌરવ જીલુભાઈ સરવૈયાને ઝડપી પાડી તેની પાસેથી લુંટમાં ગયેલ રૂપિયામાંથી 70 હજાર કબ્જે કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *