માંડવી પ્રેમ શંકર ભટ્ટ ઉદ્યાન ખાતે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

Featured Video Play Icon
Spread the love

માંડવી પ્રેમ શંકર ભટ્ટ ઉદ્યાન ખાતે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
ડો.બાબાસાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ

માંડવી પ્રેમ શંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 22 કરોડ 42 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરાયું. બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણ કરાયું

માંડવી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 22 કરોડ 42 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું આજરોજ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે અને ધારાસભ્ય હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને આજથી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખુલ્લો મુકવામાં આવ્યો છે અને બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની પૂર્ણ કદની પ્રતિમાનું આજરોજ અનાવણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે સ્વાગત પ્રવચન પાલીકા પ્રમુખ નિમેષભાશાહે કરી સૌને આવકાર્યા હતા અને પાલિકાના વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારખે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું.

ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં વિકાસ દેખાય છે એ ભારતીય જનતા પાર્ટી ના શાસનને કારણે દેખાય છે કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ સમયે ચાહે આફતના સમયે કે કોઈ વિશેષ પ્રસંગના સમયે આખા નગરને મેસેજ આપવાનો થાય એ માટે આખા નગરના ફળિયે એ મેસેજ સંભળાય એવા પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર જણાય છે. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *