માંડવીમાં સીઇઆઇઆર પોર્ટલ આધારે ચોરી થયેલ મોબાઇલ ટ્રેસ
મુદામાલ રિકવર કરી ચોર પકડી પાડી
ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માંડવી પોલીસ.
માંડવી પોલીસે સીઇઆઇઆર પોર્ટલની મદદથી ચોરાયેલા મોબાઈલ ફોનનો ભેદ ઉકેલી નાખ્યો છે
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવિર સિંહનાઓની રાહબરી હેઠળ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી બનતા ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા બાબતે સુચનાઓ આપેલ હોય જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારીનાઓના સુપરવિઝન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પીઆઇની ટીમ દ્વારા આજરોજ માંડવી પોલીસ સ્ટેશનના અરેઠ આઉટ પોસ્ટ વિસ્તારના મૌજે નરેણ ગામની સીમમાં આવેલ ક્રિકેટના ગ્રાઉન્ડ પાસે, સુરત મુકામેથી કોઇ અજાણ્યો ચોર ઇસમ જેણે ફરીયાદીનો APPLE PHONE રૂપિયા 74,900 ના મત્તાની ચોરી કરી લઈ નાશી ગયેલ. જેથી ફરીયાદીની ફરીયાદ લઇ માંડવી પોલીસ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. જે ચોરીમાં ગયેલ APPLE I PHONE 15 મોબાઈલને CEIR પોર્ટલમાં ટ્રેસ માટે મુકેલ જે મોબાઇલ ટ્રેસ થતા આજરોજ માંડવી પોલીસનાઓએ મોબાઈલ ટ્રેસ અંગેની માહિતી હકિકત તાબાના પોલીસ કર્મચારીને જરૂરી સુચના આપી આ ગુનામાં સંડોવાયેલ આરોપી સુભાષભાઈ છોટુભાઇ ગામીત નાને આ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
