આઝાદીના આટલા વર્ષો બાદ સરકાર દ્વારા કરવામાં આવ્યું
ચાંચ બંદરના દરિયાઈ ખાડીમાં બ્રિજ બનાવવાનું ખાત મુહર્ત
સરકાર દ્વારા મંજૂર કરીને 95 કરોડના ખર્ચે બનાવશે ખાડીમાં બ્રિજ
અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકો માટે આશીર્વાદ રૂપ કાર્ય આઝાદીના આટલા વર્ષો બાદ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે,
જેમાં રાજુલાના ચાંચ બંદર, ખેરા અને પટવા જેવા દરિયા કાંઠાના ગામોને દરિયાઈ માર્ગેથી રાજુલા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે ચાંચ બંદરના દરિયાઈ ખાડીમાં બ્રિજ બનાવવાનું ખાત મુહર્ત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતું, આ છે રાજુલાનું ચાંચ બંદર ગામ…..દરિયા કાંઠે વસેલા ગામો ચાંચ બંદર, ખેરા અને પટવા જેવા ગામો માટે વર્ષોથી દરિયામાં બ્રિજ બનાવવાની માંગણી સરકાર દ્વારા મંજૂર કરીને 95 કરોડના ખર્ચે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વરદહસ્તે હસ્તે બ્રિજ બનાવવાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું, રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આ વિસ્તારમાં દરિયામાં બ્રિજ બનાવે તેવી માંગણીઓ પૂર્ણ થઈ હતી ને આજે ખાત મુહર્ત પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું ગદા આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, આને ચાંચ બંદરથી વિકટર પોર્ટને જોડતા દરિયાઈ બ્રિજ બનાવવાનું ખાત મુહર્ત થયું હતું ને રાજુલા જાફરાબાદ વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસ કામો સરકાર દ્વારા મંજૂર કર્યા હોવાનું જાહેર મંચ પરથી હીરા સોલંકી એ જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા વિકાસ માટે કરોડો રૂપિયા ગ્રામીણ ગામડાઓના વિકાસમાં ફાળવતા હોવાનું જણાવી રાજુલા જાફરાબાદ વિસ્તારોમાં રોજગારી માટે નવી તકો મળે તે માટે પણ સરકાર સંવેદનશીલ હોવાનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું રાજુલાના ચાંચબંદરના દરિયાઈ ખાડી પર બ્રિજ બનાવવાના ખાત મુહર્ત પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બગદાણા પ્રકરણમાં પ્રતિક્રિયા આપી હતી ને જે કોઈપણ તહોમતદાર હશે, સીસીટીવી કેમેરા ચેક થાય છે, કોલ ડિટેઇલ નીકળ્યા પછી જે કોઈપણ તહોમતદાર હશે, કોઈ વ્યક્તિ કે અસમાજિક તત્વોની નાત જાત હોતી નથી અને જે અસામાજિક તત્વો સાથે સંકળાયેલા હશે તમામ પર પગલાં લેવામાં આવશે તેવો હુંકાર કુંવરજીભાઈ બાવળીયાએ કર્યો હતો ….
