સુરત એસઓજીની ટીમે તમંચા સાથે એકને ઝડપી પાડ્યો
અંકિત ઉર્ફે અંકુ ઈશ્વર વળવીને ઝડપી પાડ્યો
સુરત એસઓજીની ટીમે અડાજણ વિસ્તારમાંથી તમંચા સાથે એકને ઝડપી પાડી તેની પાસેથી તમંચો કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અને શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનુ વાતાવરણ ન સર્જાય તેને લઈ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદિપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમડી હડિયા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અડાજણ વિસ્તારમાંથી અંકિત ઉર્ફે અંકુ ઈશ્વર વળવીને ઝડપી પાડી તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
