‘ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ ઉધના પોલીસની મોટી કાર્યવાહી
ઉધના પોલીસે લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
ગાંજાનો જથ્થો કબજે કરી આરોપીને જેલ હવાલે કરાયો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરતની ઉધના પોલીસે ગાંજાના લાખઓના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉધના પોલીસે લાખોનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉધના પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ઉધના પ્રભુનગર પ્રેમજીભાઈની ચાલમાંથી મોહન ઉર્ફે ચીકુ ભીમરાવ સાતપુતેને ઝડપી પાડી તેને પાસેથી 3 લાખથી વધુનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ સહિતની મત્તા મળી 3.6 લાખથી ધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
