કઠોર બાર એસોસિએશન પણ હડતાળ પર
ભાડા વિધેયક-2026ના વિરોધમાં વકીલોનો વિરોધ
સમગ્ર ગુજરાતના વકીલોની સાથે કઠોર બાર એસોસિએશન પણ હડતાળ પર ઉતર્યું છે. ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં કઠોર કોર્ટના વકીલોએ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત ભાડા વિધેયક-2026ના નવા કાયદાના વિરોધમાં કઠોર બાર એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. વકીલોએ કામગીરીથી અળગા રહી કાયદા સામે સખત વિરોધ નોંધાવ્યો છે.કઠોર બાર એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ, હડતાળને કારણે રાજ્યભરના પક્ષકારો તેમજ વકીલોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, વકીલ મંડળનું કહેવું છે કે નવા કાયદાના વિરોધ સાથે સમગ્ર ગુજરાતના વકીલો અને પક્ષકારોના હિતમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે..
