તાપી પ્રેસ ક્લબ દ્વારા જિલ્લા કલેક્ટર અને એસપીને કડક આવેદનપત્ર

Featured Video Play Icon
Spread the love

તાપી પ્રેસ ક્લબ દ્વારા જિલ્લા કલેક્ટર અને એસપીને કડક આવેદનપત્ર
બહારના પત્રકારો સામે મોરચો મંડાયો

તાપી જિલ્લાના સ્થાનિક પત્રકારોના હકોનું રક્ષણ કરવા અને પત્રકારત્વના વ્યવસાયની ગરિમા જાળવી રાખવાના હેતુથી તાપી જિલ્લા પ્રેસ ક્લબ દ્વારા એક મહત્વપૂર્ણ અને આક્રમક પગલું ભરવામાં આવ્યું છે. પ્રેસ ક્લબના પ્રતિનિધિમંડળે તાપી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP) તેમજ માહિતી વિભાગને આવેદનપત્ર પાઠવીને સ્થાનિક પત્રકારોના હિતમાં કડક નિર્ણયો લેવાની સ્પષ્ટ માંગ કરી છે.

આવેદનપત્રમાં મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી છે કે અન્ય જિલ્લાઓમાંથી આવતા તત્વો તાપી જિલ્લામાં આવી જાહેરાતોના નામે સ્થાનિક અધિકારીઓ તથા પત્રકારો સાથે વારંવાર ઘર્ષણમાં ઉતરે છે. આવા બહારના પત્રકારોના પ્રવેશ પર રોક લગાવવામાં આવે. આ ઉપરાંત, મામૂલી રકમ ચૂકવીને કાર્ડ મેળવી વ્યવસાયને બદનામ કરતા તેમજ કોમર્શિયલ વાહનો પર ગેરકાયદેસર રીતે ‘પ્રેસ’ લખાવીને ફરતા બોગસ તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. સમાજ સુરક્ષાના મુદ્દે, નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓમાં ફરતા શંકાસ્પદ તત્વો સામે સખત પગલાં ભરવા તેમજ માહિતી ખાતામાંથી જિલ્લા બહારના પત્રકારોને દૂર કરી માત્ર સ્થાનિકોને પ્રાધાન્ય આપવા રજૂઆત થઈ છે. વિશેષમાં, પત્રકારો પર થતી ખોટી હેરાનગતિ અંગે ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવાયું હતું કે, કોઈકની માત્ર અરજી આધારે વગર તપાસે પત્રકાર પર સીધી F.I.R. દાખલ કરી દેવામાં આવે છે. આથી, આવી ફરિયાદો પર પહેલા યોગ્ય તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જ જરૂરી જણાય તો આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ભારપૂર્વક માંગ કરવામાં આવી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *