સરકારના ભાડા કરારના પરિપત્રને લઈને વકીલોએ આંદોલનનું રણશીંગુ ફૂંક્યું
જ્યાં સુધી પરિપત્ર રદ કરવામાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે : વકીલ મંડળ ભાવનગર
તાજેતરમાં સરકાર દ્વારા ભાડા કરાર અંગેની બાબતો જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે આ બાબતને લઈને કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો લાલઘૂમ બન્યા છે અને આ પરિપત્ર રદ કરવાની માંગ વકીલો કરી રહ્યા છે અને આ મુદ્દે સજ્જડ હડતાલનો આરંભ કર્યો છે.
સરકાર દ્વારા આજ દિન સુધી ભાડા કરાર સહિતની મિલકતને લગતી બાબતો નો નિર્ણય તથા કામગીરી કોર્ટ હવાલે હતી પરંતુ હવે કોર્ટ પાસેથી આ બાબત જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આ વાતનો રાજ્યભરની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલો સાથોસાથ ભાવનગર બાર એસોસિએશન પણ આ લડતમાં જોડાયા છે આજે તમામ વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહ્યા છે અને જ્યાં સુધી આ પરિપત્ર રદ કરવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસી મુદતની લડતનો આરંભ કર્યો છે ભાવનગરના વકીલોએ જણાવ્યું હતું કે આ પ્રકારની કામગીરીને લઈને ભ્રષ્ટાચારને વધુ વેગ મળશે અને સમગ્ર પરિપત્ર સંદર્ભે સરકારની મેલી મુરાદ હોવાનો ગંભીર આક્ષેપ પણ વકીલ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.
