માંડવીમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવ પૂર્ણ ઉજવણી કરાઈ
મહાઆરતી ઉતારી ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવેલ
મોટી સંખ્યામાં ભક્તો મહાપ્રસાદનો લાભ લીધો
માંડવી નગર તથા તાલુકામાં શ્રી હનુમાન જન્મોત્સવ ની ભક્તિભાવ પૂર્ણ માહોલમાં ઉજવણી કરાય.
માંડવી નગર તથા તાલુકામાં આવેલ હનુમાન દાદા ના મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શાસ્ત્રોત વિધિ અનુસાર વહેલી સવારથી હોમ હવન પૂજા અર્ચના આરતી ઉતારવામાં આવી હતી જેમાં માંડવી મારુતિ નગર ખાતે આવેલ વર્ષો પુરાણ હનુમાન દાદા ના મંદિરે હવન પૂજા બાદ મહા આરતી ઉતારી ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. તેમજ માંડવી તાપી મેઇન રોડ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે તેમજ અંબાજી રોડ માછીવાડ ખાતે આવેલ પ્રાગટ્ય હનુમાનદાદાના મંદિરે તથા રોકડિયા હનુમાન સુથાર ફળિયા ખાતે તેમજ માંડવીના રૂપણ ખાતે આવેલ કષ્ટભંજન હનુમાન દાદા ના મંદિરે હવન પૂજા બાદ સાંજે ભંડારા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી મહાપ્રસાદ નો લાભ લઈ પાવન થયા હતા તેમજ તમામ હનુમાનદાદાના મંદિરોને આકર્ષક રોશની થી શણગારવામાં આવતા મંદિરો ખૂબ જ આકર્ષક લાગતા હતા.