જન્મોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો
સવાર થી બજરંગ બલીના જયનાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું
આજે હનુમાન જયંતિ નિમિતે બારડોલીના પૌરાણિક રોકડીયા હનુમાન મંદિરએ ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો.
મહાબલી હનુમાનજી ની આજે જયંતિ હોય ઠેર ઠેર હનુમાન જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં આસ્થાનું કેન્દ્ર બનેલ બારડોલીના મિઢોળા નદી ના કિનારે આવેલ રોકડીયા હનુમાનજી મંદિરએ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવાર થી બજરંગ બલીના જયનાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. હનુમાનજી ની જયંતિ હોય બારડોલી સહિત આસપાસના પંથકમાં પણ ભક્તો જોડાયા હતા.
ભક્તો ની અનેક મનોકામના પૂરું કરતું અને બારડોલી મિઢોળા નદી ના કિનારે આવેલ રોકડીયા હનુમાનજી મંદિર છે. જેથી અહીં લોકો ની શ્રદ્ધા દિન પ્રતિદિન વધી રહી છે. અને આજે ઉજવાયેલ હનુમાન જયંતિ માં હનુમાન ચાલીસા નું પણ પઠન કરવામાં આવ્યું હતું. અને હનુમાન જયંતિ ની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરાઈ હતી.