નેશનલ હાઇવે 56 ની બાયપાસ કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં રોષ

Featured Video Play Icon
Spread the love

નેશનલ હાઇવે 56 ની બાયપાસ કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોમાં રોષ
માંગરોળ સથવાવ ખાતે નેસંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

માંગરોળ સથવાવ ખાતે નેશનલ હાઇવે 56 ની બાયપાસ કામગીરી સામે અસરગ્રસ્ત ખેડૂતોની સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિતના આગેવાનો ખેડૂતોના સમર્થનમાં જોડાયા.

સથવાવ ખાતે રહેતા ભાજપના સાંસદ પ્રભુ વસાવા ને રજુઆત કરવા જતા ખેડૂતોના ટોળાને પોલીસે રોકી દીધા. સાંસદના આશ્રમ નજીક મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, પોલીસે બેરીકેટ મૂકી ખેડૂતો અને રાજકીય આગેવાનોને આગળ વધતા અટકાવ્યા. પોલીસ કાર્યવાહી સામે ખેડૂતો અને આગેવાનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા. “જાન દેંગે, જમીન નહીં” ના સુત્રોચાર સાથે વિરોધ વધુ ઉગ્ર બન્યો. પોલીસે આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિતના લોકોની અટકાયત કરી હતી. અટકાયત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ હાઇવે પર ચક્કાજામ કર્યો જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગયો હતો અને સ્થળ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *