અમદાવાદમાં ઝેપ્ટો ડિલિવરી બોયે કરી મારામારી.

Featured Video Play Icon
Spread the love

ગુજરાત બાર કાઉન્સિલનો ઐતિહાસિક કાર્યક્રમ.
આગામી 12 નવેમ્બરના રોજ કાર્યક્રમનુ આયોજન
રાજ્યના 10 હજાર વકીલોને નોટરી પત્ર એનાયત કરાશે

ગુજરાત રાજય સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવનિયુકત નોટરી, એડવોકેટને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવા માટે ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીમા આગામી 12 નવેમ્બરના રોજ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા નિમણુંક પામેલા નોટરીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીનાં હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામા આવશે.

ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણુંક પામેલા એડવોકેટઓના નોટરી પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમનુ તારીખ 12 નવેંબરના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સવારે 9:30 વાગ્યાથી આયોજન કરવામા આવ્યુ છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક પામનાર ધારાશાસ્ત્રીઓના જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ તમામ ધારાશાસ્ત્રીઓને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કાયદામંત્રી કૌશિક વેકરીયાના વરદ હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવેલુ છે.

ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણુંક પામેલા ધારાશાસ્ત્રીઓનું નામ આ લિસ્ટમાં સામેલ છે તે તમામ ધારાશાસ્ત્રીઓએ સંપૂર્ણ ગણવેશમાં ઉપર જણાવેલ તારીખ, સ્થળ અને સમયે અચૂક હાજર રહેવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ચેરમને જે.જે પટેલએ જણાવ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *