બારડોલીના કડોદથી નેપાળ ટ્રેકિંગ કરવા ગયેલા પિતા પુત્રી હજુ લાપતા.
પિતા પુત્રી વચ્ચે કોઈ સંપર્ક નહી થતાં કડોદમાં રહેતો પરિવાર ચિંતામાં.
સાંસદ પ્રભુ વસાવાને ઘટના અંગે જાણ કરતા એમ્બેસીનો સંપર્ક કર્યો
સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતારોહકો પિતા પુત્રીની જોડી નેપાળ સહિત અનેક પર્વતિય વિસ્તારમાં ઘણાં સમયથી ટ્રેકિંગ પર જાય છે. આ વર્ષે પણ નેપળ વિસ્તારમાં ટ્રેકિંગ માટે ગયા હતા. આ દરમિયાન હવામાન બગડતાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ હતી. જેને પગલે એમનો સંપર્ક તૂટી ગયો છે.
સુરતના બારડોલી તાલુકાના કડોદ ગામના પિતા પુત્રી નેપાળ સહિત અનેક પર્વતિય વિસ્તારમાં ટ્રેકિંગ પર ગયા હતા અને દરમિયાન હવામાન બગડતાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઇ હતી જે બાદ પિતા જિગ્નેશ લલ્લુભાઈ ભંડારી અને પુત્રી પ્રિયાંશી જીજ્ઞેશભાઈ સાથે હજુ સુધી પરિવારનો કોઈ સંપર્ક નહી થતાં બારડોલીના કડોદમાં રહેતો પરિવાર ચિંતામાં મુકાયો છે. જિગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી એક ટ્યુશન ટીચર તરીકે સેવા આપી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. તેમની પુત્રી પ્રિયાંશી જીજ્ઞેશભાઈ લલ્લુભાઈ ભંડારી જેઓ વનિતા વિશ્રામ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઑપન સ્કુલમાં ધો 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. પ્રિયાંશી બાળપણથી હિમાલય જેવા દુર્ગમ પહાડી તરફ જવાનું અને ટ્રેકિંગ કરવાનું સ્વપ્ન હતું. એમના સ્વપ્નને સાકાર કરવા માટે એમનાં માતા પિતા દિકરીને સતત પ્રેરણા આપતાં હતાં. હાલ પિતા પુત્રી ગુમ થતા પરિવારે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાને ઘટના અંગે જાણ કરતાં ભારતીય એમ્બેસીમાં સંપર્ક કરી જિગ્નેશભાઈને શોધવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જીગ્નેશભાઈની પત્નીએ પતિ અને પુત્રી ગૂમ થયા અંગેની પોલીસ ફરીયાદ કડોદ આઉટ પોસ્ટમાં આપી છે.
સમયની અનુકૂળતા મુજબ દિવાળી વેકેશનમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ દુગૅમ પહાડી પર પહોંચીને હિમાલય પર્વત સહિતના અનેક દુગૅમ વિસ્તારોમાંથી નેપાળમાં અન્નપૂણૉ 3 પર જવાનું પિતા અને પુત્રીએ નક્કી કર્યું હતું. જે મુજબ તારીખ 14 નવેમ્બરે કડોદથી સુરત ટ્રેન મારફતે ગોરખપુર પહોંચ્યા હતાં. ત્યાંથી સુનોલી બોડૅર અને તારીખ 18.10.2025 એ બસીશેર પહોંચ્યા હતા. ત્યાંથી જીપ દ્વારા બ્રાકા થઈ અપર મનાંગ રાત્રે નવ વાગ્યે પહોંચ્યા હતા, ત્યાં હોટલમાં રોકાયા હતાં. તારીખ 21.10.2025ના રોજ 6 વાગ્યે અન્નપુર્ણા 3 જવા નીકળ્યા હતાં…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
